
- Wing Commander AK Tiwari, Defence PRO, Gujarat, takes part in the green drive
NE ENVIRONMENT BUREAU
AHMEDABAD, JULY 11
Chiripal Group commenced the 4th edition of the Chiripal Mirchi Green Yodha Plantation Drive in collaboration with Radio Mirchi on Friday at GMDC Grounds near Alpha One Mall here.
The event was led by RJ Kavya from Radio Mirchi and saw enthusiastic participation from Chiripal Group employees. The event was honoured by the presence of Defence PRO, Wing Commander AK Tiwari.
Now in its fourth year, the initiative has led to the plantation of over 1,50,000 trees across Ahmedabad.
This campaign has grown into a powerful symbol of environmental responsibility, inspiring students, corporates, and communities to think green, act green, and live green, reinforcing Chiripal Group’s commitment to sustainability.

ચિરિપાલ ગ્રૂપે 11 જુલાઈ, 2025ના રોજ આલ્ફા વન મૉલ પાસે આવેલા જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે રેડિયો મિર્ચીના સહયોગમાં ચિરિપાલ મિર્ચી ગ્રીન યોદ્ધા વૃક્ષારોપણ અભિયાનની ચોથી આવૃત્તિનો પ્રારંભ કર્યો હતો. રેડિયો મિર્ચીના આરજે કાવ્યાએ આ કાર્યક્રમનું નેતૃત્ત્વ કર્યું હતું અને ચિરિપાલ ગ્રૂપના કર્મચારીઓએ બહોળી સંખ્યામાં તેમાં ભાગ લીધો હતો. ડીફેન્સ પીઆરઓ વિંગ કમાન્ડર એ. કે. તિવારીએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.
હવે આ પહેલ જ્યારે ચોથા વર્ષમાં પ્રવેશી છે ત્યારે તેના અંતર્ગત સમગ્ર અમદાવાદમાં 1,50,000થી વધારે વૃક્ષો રોપવામાં આવ્યાં હતાં. આ અભિયાન પર્યાવરણ પ્રત્યેના ઉત્તરદાયિત્ત્વના પ્રતિક તરીકે ઉભરી આવ્યું છે, જે વિદ્યાર્થીઓ, કૉર્પોરેટ અને વિવિધ સમુદાયોને પર્યાવરણના ઉત્થાનની દિશામાં વિચારવા, કાર્યવાહી કરવા અને તદનુસાર જીવન જીવવા માટે પ્રેરિત કરે છે અને આમ તે સસ્ટેનેબિલિટી પ્રત્યેની ચિરિપાલ ગ્રૂપની કટિબદ્ધતાને વધુ સુદ્રઢ બનાવે છે.








