NE BUSINESS BUREAU
ANAND, APRIL 10
Elecon Group CMD Prayasvin B. Patel has donated Rs. 11 lakh to the CM Fund to fight the COVID-19 pandemic, relief and rehabilitation work. Also, Elecon Group has partnered with the District Collector’s Office to distribute food and grocery kits among the vulnerable people, an Elecon statement said.

Till date over 1,000 grocery kits have been distributed under the able guidance of Prayasvin B. Patel and Taruna P. Patel. The grocery bag includes 10kg wheat flour floor, 5kg rice, 1 kg, dal, 1 kg sugar and 1 kg salt. Lunch and dinner were also provided to the needy people at Vasad, Chikhodra and Bevda Villages, the release added.
Commenting on this noble initiative, Prayasvin Patel, said, “The Government of India and Gujarat Government have taken all possible steps to contain the spread of COVID-19 in the country. We, as a responsible corporate, are committed to supporting all the efforts of the government in fighting this pandemic.”
Elecon Group will continue to support relief rehabilitation work with the help of local administration and NGOs.
કોવિડ-19 મહામારી સામે લડવા એલીકોન ગ્રુપે સીએમ ફંડમાં રૂ. 11 લાખ દાન કર્યાં
આણંદ, 10 એપ્રિલ, 2020 – કોવિડ-19 મહામારી સામે લડવા તથા રાહત અને પુનર્વસનની કામગીરીમાં મદદરૂપ બનવા માટે એલીકોન ગ્રુપના સીએમડી પ્રયાસવીન બી. પટેલે સીએમ ફંડમાં રૂ. 11 લાખ દાન કર્યાં છે. આ ઉપરાંત એલીકોન ગ્રુપે જરૂરિયાતમંદ લોકોને ફુડ અને ગ્રોસરી કિટ્સનું વિતરણ કરવા માટે જિલ્લા કલેક્ટર કાર્યાલય સાથે ભાગીદારી પણ કરી છે.
પ્રયાસવીન બી. પટેલ અને તરૂણા પી. પટેલના માર્ગદર્શન હેઠળ અત્યાર સુધીમાં 1,000થી વધુ ગ્રોસરી કિટ્સનું વિતરણ કરાયું છે. આ ગ્રોસરી બેગમાં 10 કિલો ઘઉંનો લોટ, 5 કિલો ચોખા, 1 કિલો દાળ, 1 કિલો ખાંડ અને 1 કિલો મીઠું સામેલ છે. વાસદ, ચિખોદરા અને બેવડા ગામમાં જરૂરિયાતમંદ લોકોને ભોજન પૂરું પાડવામાં આવ્યું છે.
આ ઉમદા પહેલ અંગે પ્રતિક્રિયાં આપતા એલીકોન એન્જિનિયરીંગ લિમિટેડના ચેરમેન અને એમડી શ્રી પ્રયાસવીન પટેલે જણાવ્યું હતું કે, “દેશમાં કોવિડ-19ના ફેલાવાને રોકવા માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર શક્ય તમામ પગલાં ભરી રહી છે. અમે એક જવાબદાર કોર્પોરેટ તરીકે આ મહામારી સામે લડવા સરકારના તમામ પ્રયાસોમાં સહકાર કરવા માટે કટીબદ્ધ છીએ.”
એલીકોન ગ્રુપ સ્થાનિક પ્રશાસન અને એનજીઓ સાથે મળીને રાહત કાર્યોને સહયોગ કરવાનું જાળવી રાખશે.