NE NEWS SERVICE
AHMEDABAD, MAY 9
Over 1,000 cadets and support staff attended a two-hour online Disaster Risk Management Programme on Covid-19 conducted by the Gujarat Institute of Disaster Management on Friday. DDG, NCC Gujarat Directorate also briefed the attendees on the tasks undertaken and risk involved in the cadets during the programme.
It is worth mentioning that Defence Minister Rajnath Singh has also commended the efforts of the cadets and support staff in their support towards Covid-19.
In the last 30 days, approx 500-650 cadets, 61 ANOs and 79 Permanent Instructors have been deployed daily at 26 towns covering more than 20 districts of Gujarat. Cadets have undertaken a variety of tasks, including traffic and queue management, educating the people on the usage of Aarogya Setu app, packaging and distribution of dry ration, cooking and serving of food to the poor and needy people. Cadets have also visited old age homes and helped elderly people as required.
Cadets who could not be deployed have been involved in stitching handmade masks. Approx 5,000 masks have been handed over to the civil administration of many districts. Also, a large number of masks have been distributed personally to the people who did not have masks. Posters and placards were carried by the cadets during deployment and a large number of videos have been circulated in Gujarati, Hindi and English languages in the social media to enhance the general public’s awareness on Covid-19.
The involvement of cadets has been highly appreciated at all levels.
Ex #NCCYOGDAN Staff incl civilian staff of 26 BN, Rajkot Gp undertook a Charity with Dignity in Surendranagar. Stalls with essential reqmts were est , manned by Cadets. The poor & needy walked through picking up their needs made available through the Charity. @SpokespersonMoD pic.twitter.com/kkvr1mKlU5
— National Cadet Corps (@HQ_DG_NCC) May 8, 2020
NCC યોગદાન કવાયતના 30 દિવસ: 1000 NCC
પર્સનલ ઑનલાઇન DRM કાર્યક્રમમાં જોડાયા
ગુજરાત ડાયરેક્ટોરેટના NCC કેડેટ્સ કોવિડ-19 સામેની લડાઇમાં નાગરિક વહીવટીતંત્રની મદદમાં છેલ્લા 30 દિવસથી સતત તૈનાત છે. ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા ઑનલાઇન યોજવામાં આવેલા કોવિડ-19 પર બે કલાકના આપત્તિ જોખમ વ્યવસ્થાપન કાર્યક્રમમાં 1000થી વધુ કેડેટ્સ અને સહાયક સ્ટાફ જોડાયા હતા. ગુજરાત ડાયરેક્ટોરેટ NCCના DDGએ પણ આ કાર્યક્રમ દરમિયાન તમામ ઉપસ્થિતોને અત્યાર સુધીમાં કરાયેલા કાર્યો અને કેડેટ્સને કઇ બાબતોનું જોખમ છે તે અંગે માહિતી આપી હતી.
#BrigadeofTheGuards remembers the bravehearts of #Handwara operation during a solemn #WreathLayingCeremony. The #Bravehearts will continue to inspire the present and future generations. #NationFirst pic.twitter.com/RjB3d2ZmP2
— ADG PI – INDIAN ARMY (@adgpi) May 6, 2020
છેલ્લા 30 દિવસમાં અંદાજે 500- 650 કેડેટ્સ, 61 ANO અને 79 કાયમી ઇન્સ્ટ્રક્ટર્સને ગુજરાતના 20 જિલ્લાને આવરી લેતા અંદાજે 26 શહેરોમાં દૈનિક ધોરણે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ કેડેટ્સ ટ્રાફિક સંચાલન અને કતાર વ્યવસ્થાપન, લોકોને આરોગ્ય સેતુ એપ્લિકેશન અંગે સમજણ આપવી, સુકા રેશનનું પેકેજિંગ અને વિતરણ, ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે રસોઇ બનાવવી અને ભોજનનું વિતરણ જેવી વિવિધ કામગીરીઓમાં જોડાયા છે. કેડેટ્સે કેટલાક વૃદ્ધાશ્રમોની પણ મુલાકાત લીધી છે અને વૃદ્ધોને જરૂરિયાત અનુસાર તેમને મદદ કરી છે.
જે કેડેટ્સને ફિલ્ડમાં નિયુક્ત કરી શકાયા નથી તેઓ ઘરે માસ્ક બનાવવાની કામગીરીમાં પણ જોડાયા છે. અંદાજે 5000 માસ્કનું સંખ્યાબંધ જિલ્લામાં નાગરિક વહીવટીતંત્રમાં વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, મોટી સંખ્યામાં માસ્કનું વિતરણ એવા લોકોમાં વ્યક્તિગત રીતે કરવામાં આવ્યું છે જેઓ માસ્ક લઇ શકે તેવી સ્થિતિમાં નહોતા. નિયુક્ત કરવામાં આવેલા કેડેટ્સ માહિતીપૂર્ણ પોસ્ટર્સ અને પ્લેકાર્ડ સાથે રાખતા હતા અને સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં મોટી સંખ્યામાં વીડિયો ફરતા કરીને કોવિડ-19 અંગે સામાન્ય લોકોમાં જાગૃતિ ફેલાવવામાં પણ તેમણે યોગદાન આપ્યું છે.
કેડેટ્સની આ કામગીરીની તમામ સ્તરે ખૂબ જ પ્રશંસા થઇ છે. આદરણીય સંરક્ષણમંત્રી શ્રી રાજનાથસિંહે પણ કેડેટ્સ તેમજ સહાયક સ્ટાફના આ પ્રયાસો અને કોવિડ-19 સામેની લડાઇમાં તેમના સહકારને બિરદાવ્યો હતો.