GOWRI MANICKAVASAGAM
The Institute of Leadership Entrepreneurship And Development (iLEAD) on Tuesday premiered the film ‘Before You Die’ by eminent director Suvendu Raj Ghosh on raising the awareness on red hot issue of cancer and most significantly promoting Bengal tourism.
This is the first time that iLEAD has made a Hindi feature film with mostly Bengali artists. Suvendu Raj Gosh’s upcoming Hindi romantic drama film ‘Before You Die’ is set to be released on 18th Feb 2022 in Kolkata. Puneet Raj Sharma, Kavya Kashyap, Pradip Chopra, Mustak Khan, and many other well-known Bengali actors star in the film.
This film magnificently depicts the various travel destinations in Bengal. It has beautifully portrayed Durga Puja, the greatest festival of Bengal in many other places like Darjeeling, Murshidabad and also the rich culture of Bengal.
Also Read:
Hindi film on cancer awareness, ‘Before You Die’, stirs up hearts of lovebirds
The city of Joy, the city of Passion, Kolkata is beautifully shown in this film. This film will enhance the tourist destinations of Bengal. After the trailer launch, the film received a very good review from the people and it will be a huge business at the premiere.
‘Before You die’ features a message that though we’ve no control on our birth and death but the time spent between is in our hand. Only we are liable for making it meaningful eventful, beautiful and happy. The film features a female lead character who is a cancer patient and who has only 6 months to survive .So she withdraws herself from everyone and she or he shows no interest even in having a deeper relationship with the boy who loves her till such time the boy meets almost casualty . The boy survives the accident. The boy tells the girl that you simply thought that you’ll die before me but there was every possibility that I could have died before you. So rather than living a lifetime of fear and withdrawal, allow us to make most out of the time available to us to measure. We should always create an inventory of things we’d like to try to before we die and allow us to start doing them .
The second a part of the film tackles the phenomenal experiences the couple goes through making their live exemplary to all or any folks. The film ends with the girl dying and therefore the boy realising that though she left him but that they had a really intense and meaningful life together while she was still alive and he can spend remainder of his life with those memories
The entire film is shot in most picturous locations of Bengal showcasing a number of the unexplored, offbeat and most mesmerising spots.
So the film gives a direction and an idea of action to patients of terminal decease and their relations in an otherwise hopeless situation. It tells them that rather than feeling miserable expecting death they will have to celebrate life during whatever time they still have of life.
આઈ લીડના બેનર હેઠળ બનેલી ફિલ્મ ‘બિફોર યુ ડાઇ‘ ઇતિહાસ રચવા માટે તૈયાર
બંગાળના ટુરિઝમની સાથે હિમાલયની રાણીને પ્રમોટ કરતી અને કેન્સર વિશે જાગૃતિ વધારવાના હેતુ ધરાવતી ફિલ્મ ‘બિફોર યુ ડાઇ‘ 18 ફેબ્રુઆરીના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થશે
અમદાવાદ ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૨: હાલના વર્તમાન સમયમાં જ્યારે હિન્દી ફિલ્મોના નિર્માણની વાત કરવામાં આવે તો આપણા મગજમાં મહારાષ્ટ્રના મુંબઈનું નામ સૌથી પ્રથમ આવે છે. જોકે, હવે બંગાળી ફિલ્મોના નિર્માણ માટે જાણીતા પશ્ચિમ બંગાળમાં હિન્દી ફિલ્મો બનાવવાનો યુગ શરૂ થયો છે. અને આ સિરીઝની શરૂઆત આઈ લીડના બેનર હેઠળ બનેલી ફિલ્મ ‘બિફોર યુ ડાઇ’ થી થઈ છે. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર છે કે જ્યારે કોઈ હિન્દી ફિલ્મનું શૂટિંગ સંપૂર્ણ રીતે પશ્ચિમ બંગાળમાં કરવામાં આવ્યું છે.
એટલું જ નહીં, આ ફિલ્મમાં જે લોકોએ કામ કર્યું છે તેમાંથી મોટાભાગના લોકો પશ્ચિમ બંગાળના છે. આવી સ્થિતિમાં એમ કહી શકાય કે આ રાજ્યમાં આ ફિલ્મના નિર્માણને કારણે અહીંના લોકોને રોજગાર મળ્યો છે. ફિલ્મની ખાસિયતની વાત કરીએ તો તેમાં નોર્થ ઈસ્ટ સહિત સમગ્ર બંગાળની સુંદરતા દર્શાવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના કારણે બંગાળ સહિત સમગ્ર દેશનું ટુરિઝમ ક્ષેત્ર છેલ્લા ઘણા સમયથી ખૂબ પ્રભાવિત થઈ રહ્યું છે. આ ફિલ્મમાં પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ સહિત ઘણા વિસ્તારોની સુંદરતા દર્શાવવામાં આવી છે, તેથી માનવામાં આવે છે કે આ ફિલ્મ પછી રાજ્યના આ વિસ્તારોમાં ટુરિઝમનો ઘસારો વધશે. આ સાથે હેરિટેજનો દરજ્જો મેળવનાર દુર્ગા પૂજાને પણ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. ફિલ્મનું પ્રીમિયર તાજેતરમાં જ થયું હતું. ફિલ્મના પ્રીમિયર બાદ લોકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
જણાવી દઈએ કે આ ફિલ્મમાં પુનીત રાજ શર્મા, કાવ્યા કશ્યપ, પ્રદીપ ચોપરા અને મુસ્તાક ખાન સહિતના અનેક બંગાળી એક્ટર એક્ટ્રેસે કામ કર્યું છે. શુવેન્દુ રાજ ઘોષ એક જાણીતા ફિલ્મ ડિરેક્ટર છે જેમણે કેન્સર વિશે જાગૃતિ લાવવા માટે અને સૌથી અગત્યનું બંગાળના ટુરિઝમ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા આ ફિલ્મ બનાવી છે.
ફિલ્મની ખાસ વાત એ છે કે આ હિન્દી ભાષામાં બનાવવામાં આવી છે. કોલેજના સ્ટુડન્ટોની પસંદગી મીડિયા ઇન્સ્ટિટ્યૂટ આઈ લીડ દ્વારા તેનો ભાગ બનવા માટે કરવામાં આવ્યા હતા. તેમાં મુકેશ ઋષિ, ઝરીના યહાબ અને મુશ્તાક ખાન જેવા દિગ્ગજ કલાકારો છે. અભિનેતા પુનીત રાજ શર્મા અને અભિનેત્રી કાવ્યા કશ્યપે આ ફિલ્મમાં ડેબ્યુ કર્યું છે. હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા હાઉસફુલ 3 અને પ્યાર કા પંચનામા 2 માં તેમના હિટ મ્યુઝિકલ નંબર્સ માટે જાણીતા તોશી સાબરીએ ફિલ્મનું સંગીત આપ્યું છે. શુવેન્દુ રાજ ઘોષ દ્વારા દિગ્દર્શિત 2022 વર્લ્ડ કેન્સર ડે, ફિલ્મ ‘બિફોર યુ ડાઇ’ ની સાક્ષી બનશે. આ ફિલ્મ કેન્સરના દર્દી અને તેનો પરિવાર કેવી રીતે પરિસ્થિતિને હેન્ડલ કરે છે તેના પર આધારિત છે. તમને જણાવી દઈએ કે શુવેન્દુ રાજ ઘોષની છેલ્લી ફિલ્મમાં મુલાયમ સિંહ યાદવ હતા. ઘોષ કહે છે કે કેન્સર સામે લડી રહેલા વ્યક્તિની સફર માત્ર એક સફર નથી, પરંતુ એક સુંદર લવ સ્ટોરી અને પારિવારિક સફર છે. બિફોર યુ ડાઇ પ્રદીપ ચોપરા, પ્રમુખ, આઈ લીડ ફાઉન્ડેશન દ્વારા લખવામાં આવ્યું છે. પોતાની માતાને કેન્સરથી ગુમાવ્યા બાદ ચોપરાએ ‘બિફોર યુ ડાઇ’ની વાર્તા લખી છે.